ગુજરાતી ભાષા શિક્ષણ - પરિક્ષણ | ચર્ચા


** લેખિત પરીક્ષા ** ઓનલાઈન

લેખિત પરીક્ષા

 

એવું ફલિત થયું છે કે જેઓએ શાળા શિક્ષણ પૂરું કર્યું હોય અથવા ના કર્યું હોય એવા લોકો આવા પ્રમાણિત અભ્યાસક્રમ તથા પરીક્ષાનો લાભ લઈને ભાષા જ્ઞાન સુધારી અને પ્રમાણિત કરી શકે. તેથી રાષ્ટ્રભાષાની જેમ ગુજરાતી ભાષાની પરીક્ષાનું આયોજન કરવાનો નેમ છે. ત્રણ સ્તરમાં અભ્યાસક્રમ ગોઠવી તે પ્રમાણે જાતે અભ્યાસ કરી શકે તે માટે પુસ્તકો તૈયાર કરવામાં આવશે. અને તેના ધોરણે સમગ્ર ગુજરાતમાં કેન્દ્રો ખોલીને પરીક્ષા લેવામાં આવશે.

 

ઓનલાઈન શિક્ષણ

 

 જાતનું શિક્ષણ હાલ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છેપરંતુ તેને વૈજ્ઞાનિકઢબે તૈયાર કરીને તથા જુદીજુદી જરૂરીયાત પ્રમાણે વિભાજન કરીનેઆભાસી વર્ગ ખંડની રીતે રજુ કરાશેભાષા શીખવાની જરૂરિયાત અનેકકારણોસર ઊભી થતી હોય છેઆર્થિકસામાજિક અને શૈક્ષણિક હેતુઓમાટે માતૃભાષા ઉપરાંત અન્ય ભાષા શીખવાની જરૂર પડે છેગુજરાતઆર્થિક દૃષ્ટિએ જ્યારે સમૃદ્ધ થઈ રહ્યું છે ત્યારે દેશમાં વસતી અનેવિદેશમાં વસતી અનેક વ્યક્તિઓની નજર વેપારને કારણે ગુજરાત તરફવળી રહી છેજેમ ગુજરાતીઓને અન્ય રાજ્યો અને દેશોમાં જઈને ત્યાંનીભાષા શીખવી પડે છે તેમ જે લોકો ગુજરાતમાં આવી વેપાર અનેવ્યવસાય કરવા માગે છે અને વસવાટ કરવા માગે છે એમને માટેગુજરાતી જાણવી જરૂરી બની રહી છેતેઓ જો પોતાને અનુકૂળ સમયમાંગુજરાતી શીખવા માગતાં હોય તો તેઓ જ્યાં છે ત્યાં રહીને પણ ગુજરાતીશીખી શકે એવી વ્યવસ્થા હોવી જરૂરી છે.

 

ગુજરાતની સરકાર જ્યારે પ્રવાસનનો વિકાસ સાધી રહી છે ત્યારે ગુજરાતમાં આવતા લોકોને માટે પણ ગુજરાતીની ઓળખ જરૂરી બની રહે છે. પ્રવાસીઓ માટે ઓળખાણ અને અવગમન માટે ખપ પૂરતી ગુજરાતી ભાષા શીખવાની વ્યવસ્થા ઊભી કરવી આવશ્યક છે.

 

અનેક ગુજરાતીઓ અન્ય રાજ્યો અને દેશોમાં સ્થાયી વસવાટ કરે છે અને એમની બીજી કે ત્રીજી પેઢી એમની ભાષાથી વંચિત રહે છે. આવી વ્યક્તિઓ જો પોતાના સંસ્કારોના જતન માટે; પોતાની સંસ્કૃતિના જતન માટે ગુજરાતી શીખવા માગતી હોય તો એમને માટે ગુજરાતી શીખવાની વ્યવસ્થા હોવી ઘટે.

 

અનેક વિદેશી સંશોધકો ગુજરાતમાં આવીને ગુજરાતને ધ્યાનમાં રાખીને સંશોધનો કરતાં હોય છે. આવી વ્યક્તિઓ માટે ગુજરાતી શીખવી આવશ્યક બને છે. એમને માટે પણ તેઓ ગુજરાતમાં આવે તે પહેલાં કે આવ્યા બાદ ટૂંકા ગાળામાં ગુજરાતી શીખવા માગતી હોય તો એની પણ વ્યવસ્થા હોવી જોઈએ.

 

આ બધાનો ઉકેલ આજે આપણી પાસે ઉપલબ્ધ અદ્યતન સાધનો દ્વારા લાવી શકાય છે. તેથી ઇન્ટરનેટ જેવા સશક્ત માધ્યમનો સાથ લઈને ગુજરાતી ભાષાનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી શકાય છે.

 

લક્ષ્ય વ્યક્તિઓઃ-

ગુજરાત બહાર, દેશમાં તેમજ વિદેશમાં વસતી ગુજરાતી શીખવા માગતી વ્યક્તિઓ.

લક્ષ્ય કૌશલ્યોઃ- શ્રવણ, વાચન, કથન અને લેખન અને શક્ય હોય તો ભાષાંતર. દરેક વ્યક્તિ આમ તો અલગ અલગ કૌશલ્યો માટે ગુજરાતી શીખવા માગે એ શક્ય છે. તેમજ, ગુજરાતીના વિવિધ સ્વરૂપોમાંથી કોઈ એક સ્વરૂપ તરફ એમનું લક્ષ્ય હોય એવું પણ શક્ય છે. પરંતુ, કોઈ પણ વ્યક્તિ ગુજરાતી શીખવા માગતી હોય તો એને પાયાની ભાષાનું શિક્ષણ મળી રહે અને એને જરૂર હોય તેમ સ્વ-શિક્ષણ માટેનુ માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા શક્ય છે. જેમકે, વિદેશમાં વસતી વ્યક્તિઓ અમુક તબક્કે ગુજરાતી સાહિત્ય વાંચવા અને માણવા માગતી હોય કે પછી કોઈ ધાર્મિક બાબતો તરફ વધારે જાણકારી મેળવવા માગતી હોય તો તેને એનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરી શકાય છે. જરૂરી પુસ્તકો પણ ઇન્ટરનેટના માધ્યમ થકી ઉપલબ્ધ કરી શકાય છે.

શીખનારની જરૂર આધારિત વિવિધ અભ્યાસક્રમો ગોઠવી શકાય.

 

1) પ્રવાસીઓ માટે માત્ર 20 કલાકનો ગુજરાતી ભાષા ઓળખનો અભ્યાસક્રમ

અ) પાયાની જરૂરિયાતો કેવી રીતે કહેવી.

બ) માહિતી પૂછવા માટે કેવા પ્રકારના સવાલો પૂછવા અને જવાબો સમજવા.

ક) શું કરવું અને શું ન કરવું.

ડ) ગુજરાતની સામાન્ય ઓળખ – ભૂગોળ, સાસ્કૃતિક બાબતો.

ચ) ગુજરાતી લિપિનો પરિચય અને વાચન.

છ) કેટલાક પ્રશ્નો મોબાઈલ પર આપી શકાય જે રેકર્ડ કરેલા હોય.

જ) ઉપયોગી નાનો શબ્દકોશ

 

2) કેવળ વાંચતાં શીખવા ઇચ્છતા માટેનો 60 કલાકનો અભ્યાસક્રમ.

અ) ગુજરાતી લિપિ અને શબ્દોનો પરિચય.

બ) વાક્યો અને ફકરાઓનું વાચન.

ક) છાપાં, નિબંધો, સાહિત્યમાંથી ફકરાઓનું વાંચન.

ડ) જરૂરી વ્યાકરણ અને શબ્દકોશ.

 

3) કેવળ બોલતા શીખવા ઇચ્છતા માટેને 60 કલાકનો અભ્યાસક્રમ.

અ) શ્રવણ માટેની સામગ્રી.

બ) ઉપયોગી શબ્દો અને એમના દ્વારા વાક્યો રચીને બોલવાનો અભ્યાસ.

ક) સંવાદનો મહાવરો.

ડ) લિપિનો પરિચય. ઉચ્ચારણ અને લિપિ વચ્ચેના અંતરની સમજણ.-

 

4) બધાં કૌશલ્યોને સમાવતો 100 કલાકનો અભ્યાસક્રમ.

અ) શ્રવણથી શરૂ કરીને બોલવા સુધી

બ) શબ્દવાંચનથી શરૂ કરી ફકરા વાંચન સુધી

ક) બન્ને માધ્યમો દ્વારા સમજવાનો અને બોલવાનો મહાવરો.

ડ) બધા કૌશલ્યો સમાવી શકાય એવા વિવિધ અભ્યાસો.

ચ) પાયાનું વ્યાકરણ અને શબ્દકોશ જોવાનો અભ્યાસ

છ) ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો પરિચય આપતી સામગ્રી.

જ) શીખનારની જરૂર મુજબ વધારાની સામગ્રી જેવી કે, ધાર્મિક, સામાજિક, સાહિત્યિક.

The Forum post is edited by માતૃભાષા અભિયાન Jun 5 '17
socialsharing+share