પુસ્તક પરબ અને ગ્રંથમંદિર | ચર્ચા


પુસ્તક-પરબ કેન્દ્ર પ્રકલ્પ વિશે

પુસ્તકની પરબ” પ્રકલ્પ ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં ખૂબ લોકભોગ્ય બન્યો છે. હાલમાં અમદાવાદ અને અમદાવાદ બહાર કુલ ૧૪૭ પુસ્તક-પરબના કેન્દ્રોમાં સફળતાથી આયોજન થાય છે. દર મહિનાના પ્રથમ રવિવારે સવારે ૭:30 થી ૯.00 સુધી પુસ્તકની પરબનું આયોજન થાય છે. જે અંતર્ગત વિના મૂલ્યે શિષ્ટ સાહિત્યનાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે અને ભેટમાં પુસ્તકો, દાન સ્વરૂપે સ્વીકારવામાં પણ આવે છે. પ્રથમ પુસ્તક પરબ ૨ ઑક્ટોમ્બર – ૨૦૧૩માં શરૂ કરવામાં આવેલ હતી, સતત ૩ વર્ષથી ચાલતી આ પરબમાં આશરે ત્રણ લાખ પચાસ હજારથી વધુ શિષ્ટ સાહિત્યનાં પુસ્તકોની આપ-લે થયેલ છે.

પુસ્તક પરબના ઉદ્દેશ

પુસ્તક-પરબની મુલાકાતે આવનાર કોઈપણ વ્યક્તિ બે પુસ્તક કાયમ માટે વાંચવા લઈ જઈ શકે છે. એ વાંચી લીધા પછી પાછા પણ આપી શકે છે અથવા જેમને વાંચવાની ઈચ્છા હોય તેમને આપી શકે છે, અથવા મહિનાના પહેલા રવિવારે મળતી પુસ્તક-પરબમાં પરત આપી શકે છે. સમાજમાં વધારેને વધારે પુસ્તકો વાંચે તે માટે માતૃભાષા અભિયાન દ્વારા થતી પુસ્તકની પરબનો ઉદ્દેશ છે.

 


૧. અમદાવાદ - પુસ્તક-પરબના કેન્દ્રોની યાદી૨. ગુજરાત - પુસ્તક-પરબના કેન્દ્રોની યાદી


ગ્રંથમંદિર

ગ્રંથમંદિર એટલે નાનું શેરી પુસ્તકાલય. માતૃભાષા અભિયાન સંસ્થાના એક સક્રિય પ્રકલ્પ તરીકે ગ્રંથમંદિરની શરૂઆત તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ કરવામાં આવી. ગ્રંથમંદિરમાં રહેલા પુસ્તકોમાં શિષ્ટ અને ઉત્તમ પ્રકારનું સાહિત્ય પીરસવામાં આવે જે ૨૧ દિવસના સમય ગાળાની અવધી સાથે વાચકે જે પુસ્તક ગ્રંથમંદિરમાંથી વાંચવા માટે લીધું હોય તે પરત કરવાનું હોય છે. આ સાથે વાચકે પોતાનો રહેઠાણનો પુરાવો આપવાનો હોય છે અને તેમનું એક આઈકાર્ડ બને છે જેમાં તેમનો સભ્યપદ ક્રમાંક હોય છે. આ પ્રકારના કુલ ૨૪ ગ્રંથમંદિર હાલમાં ગુજરાતભરમાં કાર્યરત છે અને દિવસેને દિવસે તેનું વિસ્તરણ થાય છે.

ગ્રંથમંદિરના ઉદ્દેશ

ગ્રંથમંદિરમાં ચયન કરેલાં શિષ્ટ સાહિત્યના પુસ્તકો હોય છે. પુસ્તકાલયની જેમ તેમાંથી વાચક પુસ્તક વાંચવા લઈ જઈ શકે છે અને તે પરત કરવાનું હોય છે. ઉત્તમ વાંચન સામગ્રી લોકોને ધરઆંગણે ઉપલબ્ધ થાય તે આ પ્રકલ્પનો આશય છે.


૧. અમદાવાદ- ગ્રંથમંદિર કેન્દ્રોની યાદી
૨. ગુજરાત - ગ્રંથમંદિર કેન્દ્રોની યાદી
The Forum post is edited by માતૃભાષા અભિયાન Mar 30
socialsharing+share