વર્તમાન પ્રવૃત્તિ | ચર્ચા

 વર્તમાન પ્રવૃત્તિ

૧. માતૃભાષા ઓલિમ્પિયાડ

ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડ પ્રકલ્પ માતૃભાષા અભિયાન દ્વારા ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ નારોલી પ્રાથમિક શાળાથી પ્રારંભ કરેલ. હાલમાં ૫૦૦ શાળાથી પણ વધારે શાળા ગુજરાતી  ભાષા ઓલિમ્પિયાડમાં જોડાયેલ છે.ગુજરાતી ભાષા વિષયક સ્પર્ધાઓનું આયોજન વિવિધ સ્થળોએ યોજાઈ રહ્યું છે. “મને ગમતું પુસ્તક વાર્તાલાપ’, વકૃત્વ, લેખન, કાવ્યપઠન, શીધ્રકાવ્ય-લેખન, શીધ્રનિબંધ-લેખન, મુદ્દા પરથી વાર્તા લેખન, કોશમાંથી શબ્દ શોધવાની સ્પર્ધા, લોકનૃત્ય, નાટક, એકપાત્રીય અભિનય વગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. વર્ષે (૨૦૧૬) લગભગ ત્રણસો શાળાઓએ સ્વૈચ્છિક ધોરણે ભાગ લીધો છે. સ્પર્ધાના વિજેતાઓને પારિતોષિક આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.


૨. પુસ્તકની પરબ પ્રકલ્પ વિશે

પુસ્તકની પરબ”  પ્રકલ્પ ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં ખૂબ લોકભોગ્ય બન્યો છે. હાલમાં અમદાવાદ અને અમદાવાદ બહાર કુલ ૧૪૮ પુસ્તક-પરબના કેન્દ્રોમાં સફળતાથી આયોજન થાય છે. દર મહિનાના પ્રથમ રવિવારે સવારે ૭:30 થી ૯.00 સુધી પુસ્તકની પરબનું આયોજન થાય છે. જે અંતર્ગત વિના મૂલ્યે શિષ્ટ સાહિત્યનાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે અને ભેટમાં પુસ્તકો, દાન સ્વરૂપે સ્વીકારવામાં પણ આવે છે. પ્રથમ પુસ્તક-પરબની શરૂઆત ૨ ઑક્ટોમ્બર, ૨૦૧૩ ના રોજ થયેલી. સતત ૩ વર્ષથી ચાલતી આ પરબમાં આશરે ત્રણ લાખ પચાસ હજારથી વધુ શિષ્ટ સાહિત્યનાં પુસ્તકોની આપ-લે થયેલ છે.

ગ્રંથમંદિર: ગ્રંથમંદિર એટલે નાનું શેરી પુસ્તકાલય. માતૃભાષા અભિયાન સંસ્થાના એક સક્રિય પ્રકલ્પ તરીકે ગ્રંથમંદિરની શરૂઆત તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ કરવામાં આવી. ગ્રંથમંદિરમાં રહેલા પુસ્તકોમાં શિષ્ટ અને ઉત્તમ પ્રકારનું સાહિત્ય પીરસવામાં આવે જે ૨૧ દિવસના સમય ગાળાની અવધી સાથે વાચકે જે પુસ્તક ગ્રંથમંદિરમાંથી વાંચવા માટે લીધું હોય તે પરત કરવાનું હોય છે. આ પ્રકારના કુલ ૨૪ ગ્રંથમંદિર હાલમાં ગુજરાતભરમાં કાર્યરત છે અને દિવસેને દિવસે તેનું વિસ્તરણ થાય છે.


૩. ભાષા શિક્ષણ અને શિક્ષકોની તાલીમ
ભાષા શુદ્ધિ અને સંવર્ધન માટે પાયાની બાબતો જેમ કે ભાષા કૌશલ્યો, રસાસ્વાદ, કાવ્યપઠન-કળા અને વાર્તા કથન કળા જેવા મુદ્દાઓ પર ગુજરાતી માધ્યમની શાળાઓમાં કાર્ય કરતા શિક્ષકોમાં એક દિવસીય તાલીમ વર્ગોનું સફળતાપૂર્વક જિલ્લા કક્ષા અથવા શાળાને કેન્દ્રમાં રાખીને આયોજન  કરાય છે. જેથી શાળામાં ગુજરાતી ભાષાના શિક્ષણનું સ્તર સુધરે.

૪. અભલ્ય પુસ્તક સંગ્રહાલય
આ પ્રકલ્પમાં માતૃભાષા અભિયાન કાર્યાલય ખાતે ૧૦૦ વર્ષ પુરાણા પ્રકાશિત કે મુદ્રિત પુસ્તકો કે જે પુનઃ મુદ્રિત ના થવાના હોય તેવા સાહિત્યને તેના યોગ્ય અને શ્રેષ્ઠ નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ વર્ગીકૃત કરી સંગ્રહ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જેના દ્વારા અલભ્ય પુસ્તકોની જાળવણી થાય. હાલમાં ૧૦૦થી પણ વધુ પુ્સ્તકો કાર્યાલયમાં છે.The Forum post is edited by માતૃભાષા અભિયાન Jun 1 '17
socialsharing+share