બાળસાહિત્ય શનિસભા | ચર્ચા

. બાળસાહિત્ય-શનિસભા

 

બાળસાહિત્યમાં અદભુત અને ઉત્તમ કૃતિઓ રચાય અને બાળકોની વયને ધ્યાનમાં રાખીને રચનાઓ રચાય તે હેતુથી દર માસના પહેલા અને ત્રીજા શનિવારે બાળસાહિત્ય શનિસભાનું આયોજન થાય છે. ૨૫ એપ્રિલ, ૨૦૧૫થી બાળસાહિત્ય શનિસભા શરૂ થયેલ, અત્યાર સુધી ૪૩મી બાળસાહિત્ય શનિસભા યોજાય ગઈ છે. આ સભામાં લેખકો અને કવિઓ પોતાની અપ્રકાશિત કૃતિઓને અન્ય બાળ-સાહિત્યકારો સમક્ષ રજૂ કરે અને તેના પર સકારાત્મક ટિપ્પણીના અંતે ઉત્તમ કૃતિ તૈયાર થઈ પ્રકાશક સુધી પહોંચે અને અંતે તે સાહિત્ય બાળકો અને પ્રજા સુધી પહોંચે તે હેતુથી આ પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે. રસ ધરાવતા લેખકોને બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.


ઉદ્દેશ

આ પ્રકલ્પથી ઉત્તમ બાળસાહિત્ય તૈયાર થાય તે માટે સાહિત્યકારોના સાનિધ્યમાં બાળસાહિત્ય શનિસભા કરવામાં આવે છે. જેથી બાળ-સાહિત્યમાં ઉત્તમ પ્રકારનું સાહિત્ય સમાજમાં મળે.


બેઠક સ્થળvms, ચિત્રકૂટ ફ્લેટ્સભોઈતળિયેસાહિત્ય પરિષદની સામેઆશ્રમ રોડનવરંગપુરાઅમદાવાદ ખાતે કરવામાં આવશે.

The Forum post is edited by માતૃભાષા અભિયાન Jun 5 '17
socialsharing+share