સમાચાર | ચર્ચા

સમાચાર
The Forum post is edited by માતૃભાષા અભિયાન Sep 17 '14
socialsharing+share

મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોએ   નર્મદ-મેઘાણી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી

 

                   ૨૪ ઓગસ્ટે માતૃભાષા અભિયાન દ્વારા નર્મદ મેઘાણી પર્વ ઉજવાઈ ગયું . આ પર્વમાં શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ બાળ-કિશોર સર્જક પારિતોષિક પણ આપવાનો ઉપક્રમ હતો .શ્રી પ્રવિણ લહેરીજીના અધ્યક્ષપદે નર્મદ –મેઘાણી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત  કરવા અમદાવાદ અને બહારગામથી ઘણાં મહાનુભાવો હાજર રહ્યા હતાં .

       કાર્યક્રમનો આરંભ સૌમિલ મુનશીના ગાન સાથે થયો .ઉમાશંકર જોશી અને નર્મદ – મેઘાણીના ગીતો તેમના ઘેઘુર કંઠેથી વહેતા રહ્યાં અને શ્રોતાઓ ભાવકમાં ફેરવાઈ ગયા .

       શ્રીકાંત શાહે મહાનુભાવો અને આમન્ત્રીતોનું સ્વાગત કર્યું. ઉપસ્થિત નિર્ણાયક શ્રી સતીષ વ્યાસ અને ઉર્મિલાબેન શાહ ,સુંદર ગાનથી આરમ્ભ કરનાર સૌમિલ મુનશી અને સભાધ્યક્ષ શ્રી પ્રવીણ લહેરીનું  પુસ્તક પરબમાં ભેટ આવેલા પુસ્તકો દ્વારા સ્વાગત કર્યું .રાજેન્દ્ર પટેલે માતૃભાષા અભિયાનના હેતુ અને આવશ્યકતા વિષે વાત મૂકી.    ૨૦૧૪નુ શિક્ષક સન્માન અર્પણ કરતા પહેલા નિર્ણાયક સમિતિના અધ્યક્ષ શ્રી ઉર્મિલા બેને  શિક્ષકની સમાજ માટેની ફરજો વિષે વિગતે વાત કરી .શિક્ષકે દલપતરામ અને નર્મદ જેવા મેઘાણી જેવા  સમાજનો ઉદ્ધાર કરે તેવા સારા મનુષ્યો ઘડવાના છે, તેમ કહી શિક્ષક-સન્માન માટે નામ જાહેર કર્યા     માતૃભાષા અભિયાન ગુજરાતીભાષાવિશેષ રીતે ભણાવતા શિક્ષકોમાંથી પસંદ કરીનેતેમનું   સન્માન કરે છે.આ વર્ષે ત્રણ શિક્ષકોનીપસંદગી થઇ હતી :- .
૧.પ્રવીણ કુકડિયા -શ્રી પી.એમ. સર્વોદય વિદ્યાલય  ઉમરાળા ,જિ.ભાવનગર  
૨.ભારતી ગોહિલ -રુપાયતન પ્રથમિક શાળા અમરેલી ,
૩.ધવલ વ્યાસ  આસ્થા વિદ્યાલય -જસદણ,જિ.રાજકોટનું સન્માન થયું.

     આ શિક્ષકોને યોગ્ય વાતાવરણ ઘડી આપનાર સંસ્થાઓનું પણ સન્માન કરવું એવું આદરણીય ટ્રસ્ટીશ્રી રાસુ વકીલજીનું સુચન હતું . સંસ્થાઓનું  પણ સમ્માન  કરવામાં આવ્યું. રૂપાયતન સંસ્થાના સર્વશ્રી કાચા સાહેબ અને આસ્થા વિદ્યાલયના અને પી.એમ. સર્વોદય વિદ્યાલયના  ટ્રસ્ટી શ્રીઓને આ સન્માન પત્ર મંચસ્થ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યું.

 

શ્રી સતીષ વ્યાસે શ્રેષ્ઠ બાળ-કિશોર સર્જકોની  પસંદગી પ્રક્રિયા વિષે રસપ્રદ વાત કરી. બસો કૃતિઓમાંથી

દસ કૃતિઓ  પસંદ કરી તેમાંથી પાંચ અને પછી દસ બાળકોની હાજરીમાં કૃતિઓનો પાઠ કરીને બાળ-કિશોરોની પસંદ અનુસાર  શ્રેષ્ઠ કૃતિ પસંદ કરવામાં આવી હતી. જેમાં  સિહનો મોબાઈલ  -લે. કિશોર વ્યાસ વાર્તા  અને,  એકવીસમી સદીના એનિમલ – લે. જયંતિ ડી.શાહ  એકાંકીને  શ્રેષ્ઠ કૃતિનું સન્માન આપવામાં આવ્યું.

સભાધ્યક્ષ શ્રી  પ્રવિણ લહેરીજીએ  માતૃભાષા ગુજરાતી બાબતે હૈયા ધારણ આપી કે યુ.પી.એસ.સી પરીક્ષાઓમાં ગુજરાતી વિષય રાખીને ૧૦૦માંથી ૯૦ વિદ્યાર્થી પાસ થાય છે. અને એનો યશ  સતીષ વ્યાસ અને યોગેન્દ્ર વ્યાસને જાય છે. જેમણે ગુજરાતના આઈ.એસ.ટ્રેનીંગ કેન્દ્રોમાં સેવા આપી ઉમેદવારોને ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે અભિમુખ કર્યા. માતૃભાષા ગુજરાતી માટે નાના સુત્રો સ્ટીકરો આદિ રૂપે પ્રકાશિત કરવા ,તરત ધ્યાન જાય તેવી જગ્યાઓ પર લગાવવાથી માંડીને અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીમાં નિબન્ધ સ્પર્ધાઓ ગોઠવવા વિશેનો પ્રસ્તાવ તેમણે મુક્યો .માતૃભાષા અભિયાનના વિવિધ પ્રકલ્પો વિષે તેમણે ઘણો આનંદ વ્યક્ત કર્યો .નર્મદ-મેઘાણીના જીવન દ્રષ્ટાંત આપીને  માતૃભાષાના જતનની આ પ્રવૃત્તિ વેગ પૂર્વક આગળ વધે તેવી શુભેચ્છા આપી.  

 

  કાર્યક્રમના સંચાલક સુધા ભટ્ટે એક નવતર અભિવાચનની પ્રસ્તુતિ માટે મંચ  સંજય ભાવે તથા મેઘશ્રી ભાવેને સોંપ્યો . તેમણે મેઘાણીના જીવન અને કાર્યક્ષેત્ર વિષે જુદી જ રીતે અભિવ્યક્તિ સિદ્ધ કરી .મેઘાણી સાચા માણસની સમ્વેદના વ્યક્ત કરનારા સર્જક તરીકે પ્રસ્થાપિત થયા .શ્રોતાઓ એ આ કાર્યક્રમને હ્રદયપુર્વક  માણ્યો .સંજય ભાવે અને મેઘશ્રી ભાવે આ પ્રકારનું  અભિવાચન જેને પણ કરવું હોય તેવા લોકોને  મદદ કરવાની તત્પરતા બતાવી .મેઘાણીની જેમ જ અન્ય સર્જકો વિષે પણ આ પ્રકારનું અભિવાચન થાય તેવા પ્રયત્નો પણ આપણે કરી શકીશું.   

   શૈલેશ ઉપાધ્યાયે આભાર માન્યો. અને કુલ્ફીનો સ્વાદ લઇ સહુએ પ્રસ્થાન કર્યું.

         

 

 

______________

 


શ્રી સતીષ વ્યાસે શ્રેષ્ઠ બાળ-કિશોર સર્જકોની  પસંદગી પ્રક્રિયા વિષે રસપ્રદ વાત કરી. બસો કૃતિઓમાંથી

દસ કૃતિઓ  પસંદ કરી તેમાંથી પાંચ અને પછી દસ બાળકોની હાજરીમાં કૃતિઓનો પાઠ કરીને બાળ-કિશોરોની પસંદ અનુસાર  શ્રેષ્ઠ કૃતિ પસંદ કરવામાં આવી હતી. જેમાં  સિહનો મોબાઈલ  -લે. કિશોર વ્યાસ વાર્તા  અને,  એકવીસમી સદીના એનિમલ – લે. જયંતિ ડી.શાહ  એકાંકીને  શ્રેષ્ઠ કૃતિનું સન્માન આપવામાં આવ્યું.

The Forum post is edited by માતૃભાષા અભિયાન Sep 19 '14
Matrubhasha Abhiyan Oct 13 '14
જય જય ગરવી ગુજરાત...