પાઠ 13
(This is small but well known event taken from the life of
Mahatma Gandhiji. Even though the event is very small its importance to
understand Gandhiji’s nature is great)
નાનકડી
પેન્સીલ
ગાંધીજી આફ્રિકાથી તાજા જ હિંદ આવેલા.
મુંબઈમાં મહાસભા મળી હતી. કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને ઉતારે જઈ એમને કામમાં મદદ
કરતા.
એક વાર ગાંધીજી ટેબલની આસપાસ કશુંક શોધી
રહ્યા હતા. કાકાસાહેબે પૂછ્યું, “શું શોધો છો?”
“મારી પેન્સિલ, નાનકડી છે.”
એમનો સમય અને તકલીફ બચાવવા કાકાસાહેબે
પોતાના ગજવામાંથી પેન્સિલ આપવા માંડી.
“નહિ, નહિ,
મારી એ નાની પેન્સિલ જ જોઈએ.”
કાકાસાહેબે વિનંતી કરી, “આપ આ
પેન્સિલ લો. આપની પેન્સિલ હું શોધી આપીશ. નાહક આપનો સમય બગડે છે.”
ગાંધીજીએ કહ્યુ, “એ પેન્સિલ મારાથી ખોઈ ન શકાય. તમને ખબર છે, એ
પેન્સિલ મને મદ્રાસમાં નટેસનના નાના દીકરાએ આપી હતી. કેટલા પ્રેમથી એ પેન્સિલ
લાવેલો! મારાથી એ કેમ ખોવાય?”
બન્નેએ મળીને એ શોધી. અંતે જડી. બે ઈંચથીયે
નાનો ટુકડો હતો!
-----------------------------------
શબ્દાર્થઃ-
આસપાસ–adv.near, nearby, ઉતારે (ઉતારો)–m.lodging, કશુંક– something, ખોવું– v.i. to lose, ગજવું – n. pocket, જોઈએ (જોઈવું)– to want, ટુકડો– m. piece, તકલીફ– f. problem, તાજા– adv. Recently, નટેસન– name of a person, નાનકડી– adj. small, નાહક– adv. unnecessarily, બગડે
(બગડવું)–i.v.to spoil, મહાસભા– f. conference.
1.
Remember the meaning of thefollowing
phrases:
·
મળી હતી. (was met) (was
arranged)
·
આપવા માંડી.(began offering) (offered)
·
શોધી આપીશ.(will find for you.)
·
ખોઈ ન શકાય(cannot lose) (can’t afford
to lose)
2.
Translate
the following sentences.
·
કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને મદદ કરતા.
·
શું શોધો છો?
·
આપ આ પેન્સિલ લો.
·
એ પેન્સિલ મને નટેસનના દીકરાએ
આપી હતી.
·
બે ઈંચથીય નાનો ટુકડો હતો.
3.
Now, let us
understand the different kind of past tense forms. In this small story
following past tense forms are used:-
1)
આવેલા,2)મળી હતી, 3) કરતા, 4)શોધી રહ્યા હતા, 5)આપી
હતી, 6)શોધી, 7)હતી.
1) આવેલા– (had come) This is a past
participle form of the verb, આવવું(to come). There is an alternative
form આવ્યા હતા. The other
examples are મળી હતી, આપી હતી.
We have already learned simple past in which –ય-suffix is added to the verb
along with gender and number suffix. The verb, if transitive, agrees with the
object and if it is intransitive, agrees with the Subject. In the above examples
the verb આવવુંand મળવુંare intransitive verbs and આપવું
is transitive verb. In the following examples we
shall see the difference in the form of simple, perfect and imperfect past.
· ગાંધીજીએ પેન્સિલ શોધી.
·
કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હતો.
The verb શોધવુંis transitive and in the simple past and past perfect the
verb will agree with the object. In the first and second sentence it has agreed
with the object (the object in the first sentence is પેન્સિલ, which is
feminine singular, and in the second sentence the object is અમેરિકા ખંડis masculine
singular). The difference is the past perfect verb takes additional auxiliary.
Both the main verb and the auxiliary verb show agreement with the Object.
4.
Change from simple to Past Perfect. (Transitive verbs)
1)
બાએ સાંજે ઢોકળાં બનાવ્યાં. બાએ સાંજે ઢોકળાં બનાવ્યાં હતાં.
2)
દીકરીએ બાને કાગળ લખ્યો. દીકરીએ બાને કાગળ લખ્યો હતો.
3)
મેં એક સેન્ડવિચ ખાધી. મેં એક સેન્ડવિચ ખાધી હતી.
4)
એણે મને એક મોંઘી ભેટ આપી. એણે મને એક મોંઘી ભેટ આપી હતી.
5) છોકરાએ
ફ્રિજમાંથી લીંબુ લીધું. છોકરાએ
ફ્રિજમાંથી લીંબુ લીધું હતું.
(As for the difference in
meaning/usage is concerned, the simple past indicates that the event took place in the
past whereas the past perfect indicates an event in remote past or before some
other event in the past)
5.
Change from simple to Past Perfect. (Intransitive verb)
1)
મહેમાન મોડા આવ્યા. મહેમાન
મોડા આવ્યા હતા.
2)
ભૂકંપમાં એનું મકાન પડ્યું. ભૂકંપમાં એમનું મકાન પડ્યું હતું.
3)
પોલીસ ચોરની પાછળ દોડ્યો. પોલીસ ચોરની પાછળ દોડ્યો હતો.
4)
નીલા નિશાળે ગઈ. નીલા નિશાળે ગઈ હતી.
5)
બૅન્ક અગિયાર વાગે ખુલી. બૅન્ક અગિયાર વાગે ખુલી હતી.
6.
સાંભળો અને બોલો.
ગાંધીજીએ
કહ્યુ, “એ પેન્સિલ
મારાથી ખોઈ ન શકાય. તમને ખબર છે, એ પેન્સિલ મને મદ્રાસમાં નટેસનના નાના દીકરાએ આપી
હતી. કેટલા પ્રેમથી એ પેન્સિલ લાવેલો! મારાથી એ કેમ ખોવાય?”
-------------------------------
પાઠ – 2
Repetation:-
Read out the following words.
રમ, રામ, મન, માન, નમ, નામ, તાવ
વાવ, ગામ, રાત, તારા, મામા, માતા
ગરમ, નરમ, તરત, ગમન,રમત,
New letters:-
જ,દ, સ, છ, અ.
1) Listen and speak:-
જ દ સ છ અ
દ સ છ અ જ
છ જ અ દ સ
સ અ જ દ છ
અ છ દ જ દ
2) Listen and speak:-
જમ દસ સમ જવ
ગજ વર વન છત
જન રસ નસ તજ
3) Listen and speak:-
મદદ વરસ તરસ સરસ
સરત વજન મનન ગગન
મગર મગસ દમન રસમ નમન
4) Listen and speak:-
મદ –મદદ, વર –વરસ, રસ –તરસ,
વન –વજન, મગ –મગસ, મન –દમન
વરસ –તરસ, સરસ –મગસ,
મનન –ગગન, નમન –દમન,
રદ –દરદ, મદદ –મરદ
જન –જાન, વદ –વાદ,
દસ –દાસ, છત –છાસ,
વન –વાન, દવ –દાવ, રસ –રાસ
જમ –જામ –મજા,
વસ –વાસ –સાવ,
વન –વાન –નાવ,
મન –માન –નામ
તન –તાન –નાત,
મગ –માગ –ગામ,
રસ –રાસ –સાર,
મદ –દમ –દામ
રામ –માર, દાસ –સાદ,
ગામ –માગ, વાત –તાવ,
રાજ –જાર, તાન –નાત,
રાગ –ગાર, ગાજ –જાગ.
5) Listen and speak:-
મને, તને, ગમે, રમે, જમે, માને, વારે, તારે, મારે, નમે, છે.
You must have come to know that we have added a new vowel sign. It is pronounce as –e- and is written over the letter as a slanted line.... more
પાઠ – 1
Introduction
of letters:-
Listen
to the following letters and speak one after another: -
ગ ન
ત વ મ ર
ન વ ર મ ગ ત
ત ર ન મ ગ વ
1)
Listen to the following words and speak.
(શબ્દો સાંભળો અને બોલોઃ)
રમ, વર, મગ, તન, નર,
રગ, મત, વન, નવ, મન.
2) Listen to
the following words and speak. (શબ્દો સાંભળો અને બોલોઃ)
મગ, રમ, તન, મત, વર,
રગ, વન, નવ, વગ, નર, મન.
3) Listen to
the pair of words and Speak: (નીચેના શબ્દ-જોડકા સાંભળો અને બોલો)
મગ – રગ, તન
–
મન, વર
–
નર,
નવ – વન, વગ
–
મગ, મત
–
મન.
4) Listen and
speak the pairs of words. (સાંભળો અને બોલોઃ)
રમ – રમત, વગ
–
વગર, મગ
–
મગર,
નર – નરમ. વન
–
વતન, રગ
–
નગર,
તર – તરત, રત
–
રતન.
રમત, મગર, વગર, નરમ.
ગરમ, તરત, વતન, નગર, મનન, રમત.
5)Find મfrom the
following meaningless words.:-
તરમ, રમગ, મનર, નમર.
6) Findગ from the following meaningless
words:-
નમગ, ગમત, રગવ, ગરન.
7)Findવfrom the following meaningless
words:-
વરગ, મવત, નરવ, તવમ.
8) Findન from the following meaningless
words:-
નમર, વરન, ગનર, મરગ.
9) Findર - from the
following meaningless words:-
મરગ, રવત, નતર, ગતર.
10) Find તfrom
the following meaningless words:-
રનત, વતગ, તમગ, મતગ.
The letters we have
learned so are– ગ, ન, ત, વ, મ, ર.
Let’s learn to write them.
ગ -
મ–
ર–
ત–
ન–
વ–
(The first
five letters are written clock-wise whereas last one is written anticlockwise.
)
11) Now write the following words:
રમ, વન, મગ, તન,
ગરમ, નરમ, વતન,
રતન, તરત, નગર,
(If you feel you are comfortable in
identifying the above letters you can continue further. If not, you can go back
to exercises no. 2 & 3 and come back.)
We are going to add a vowel sign to
the letters we have already learned. The vowel signs are written after the
consonant letter, above the letter or below the letter. Independent vowel
letters are written differently. We start with the vowel sign of vowel aa (આ), which written after the consonant sign as straight vertical
line. The independent sign is made of two signs: ‘અ’ and ‘।‘. The vowel sign અ is only used independently.
12) Listen and speak:-
ગા ના
તા વા મા રા
મા તા
રા વા ગા ના
રા ના
ગા તા મા વા
13) Listen to pairs and speak:-.
વર – વાર, તર – તાર, મર – માર
તન
–
તાન, મન
–
માન, વન
–
વાન
મગ – માગ, રગ
–
રાગ, વગ
–
વાગ
મામા, નાના, વારા, તારા, વાવા.
14) મોટેથી વાંચો અને લખોઃ
રાત, વાત, તાર, વાવ,
------------------------------------------------------------
રાન, વાન, નામ, માગ,
------------------------------------------------------------
ગાન, નાર, રાગ ગામ
-----------------------------------------------------------
15) Complete the word by choosing correct
letter.
ન__મ (ગ,વ,ર,ત)
મ__ર (ગ,ન,ત,વ)
વત__ (ત,ગ,ન,મ)
__મત (ન,ગ,ત,ર)
તર__ (ત,ર,ગ,ન)
ન__ર (મ,ગ,વ,ર)
ગર__ (ર,ગ,મ,ત)
Vocabulary:- (in order of appearance
in the lesson)
રમ= to play (intransitive verb)
વર= husband, boon,
મગ= a kind of pulse
તન= body
નર= male
રગ= pulse
મત= opinion, vote
વન= forest
નવ= nine
મન= mind
રમત= a game
મગર= crocodile
વગર= without
નરમ= soft
ગરમ= hot
તરત= immediately
વતન= native place/land
મનન= reflection,
meditation
રતન = diamond
વાર= day, a day in a week
તર= to swim
તાર= a wire
મર= to die
માર= to beat
તાન= a long vocal tune
માન= respect, pride
વાન= colour of body
માગ= to demand
રાગ= affection, a musical
composition
ગામ = a village
વગ= influence
વાગ= (Intran.) to get
hurt.
વાત = fact, a narration, a matter
ગાન = an act of singing, a song
નાર = female
--------------------------------------------------------------
ઓનલાઈન ગુજરાતી
અભ્યાસક્રમ
માતૃભાષા અભિયાનનેજણાવતા આનંદ થાય છે કે ઓનલાઈન ગુજરાતી
અભ્યાસક્રમ તૈયાર કરવા માટેની આપણી દરખાસ્તનો ગુજરાત સરકારના ભાષા વિભાગ દ્વારા સ્વીકાર થયો છે.
આપણા કાર્યવાહક, પ્રો. અરવિંદભાઈના માર્ગદર્શન અને દોરવણી હેઠળ આ પ્રકલ્પ આઠ
મહિનામાં પૂરો કરવાનો થશે. દેશ વિદેશમાં ગુજરાતી શીખવા ઈચ્છુક તથા અંગ્રેજી
માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રકલ્પ ઘણો ઉપયોગી
નીવડશે. આ પ્રકલ્પ અંતર્ગત શ્રવણ, વાંચન, કથન અને લેખન કૌશલ્યો વિકસશે. નીચેના
મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.
અ)
ગુજરાતી લિપિ અને શબ્દોનો પરિચય.
આ)
શબ્દો અને નાના વાક્યોનું શ્રવણ અને ઉચ્ચારણ
ઈ)
વાક્યો અને ફકરાઓનું વાચન
ઉ)
છાપાં, નિબંધો, સાહિત્યમાંથી ફકરાઓનું વાંચન.
એ)
જરૂરી વ્યાકરણ અને શબ્દકોશ
ઐ)
ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય
અભ્યાસક્રમ લગભગ 60 કલાકનો રહેશે. શીખનાર
એક કલાક કે તેથી વધુ સમય નિયમિત રીતે ફાળવે તો આ અભ્યાસક્રમ દ્વારા એને ગુજરાતી
ભાષા આવડે એવી અપેક્ષા છે.
માં. મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેને તાજેતરમાં બ્લૉક
રિસોર્સ સેન્ટર અને ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, તાલુકા-જીલ્લા શિક્ષણ અધિકારીઓ સહિત
શિક્ષણ વિભાગના અધિકારીઓને સંબોધતા ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીમાં વિદ્યાર્થીઓ
મોટી સંખ્યામાં નાપાસ થાય તે આપણા માટે શરમજનક કહેવાય. ગુજરાતી ભાષાનું મહત્વ
સમજાવતા તેમણે કહ્યું હતું તે ભલે અંગ્રેજી માધ્યમનો જમાનો હોય, પણ ગુજરાતી ન
ભૂલાઈ જાય તેની કાળજી આપણે લેવાની છે.
(બાલસાહિત્ય અકાદમીના અધિવેશનમાં ડૉ. કુમારપાલ દેસાઇએ આપેલું
અધ્યક્ષીય પ્રવચન- સૌજન્ય બાલસાહિત્ય અકાદમી, પાલડી, અમદાવાદ.)
જુદાં જુદાં સાહિત્યસ્વરૂપમાં ખેડાણ
કરતા સર્જકને માટે સૌથી વધુ પડકારરૂપ કોઈ સ્વરૂપ હોય તો તે બાળસાહિત્યનું છે. અતિ
વેગથી બદલાતા પરિપ્રેક્ષ્યમાં અને ટૅકનોલોજીમાં વખતોવખત આવતાં પરિવર્તનને કારણે
બાળસાહિત્યમાં વિચારો, ભાવનાઓ, મૂલ્યો અને પ્રસ્તુતિ - એ સઘળી બાબતમાં સતત સમૂળી ક્રાંતિ થઈ રહી છે.
ટેકનોલોજીના પરિવર્તનની તત્કાળ અસર એના સ્વરૂપ પર થાય છે. બાળસાહિત્યના સર્જકને
માટે સૌથી મોટો પડકાર છે એ કે એ પોતાના સમયના બાળકને ભૂલીને આજના સમયના બાળકનો
વિચાર કરે. એમાં પણ હવે જ્યારે આખા જગતમાં વૈશ્વિકનો વાયરો વાઈ રહ્યો છે, ત્યારે બાળસાહિત્યમાં હવે વૈશ્વિક સમસ્યાઓનું આલેખન મહત્ત્વનું
બન્યું છે.
એકલતા,
કૌટુંબિક હૂંફનો અભાવ, વ્યવસાય કરતાં માતાપિતાની બાળકો પર વધુ સમય ધ્યાન આપવાની અશક્તિ, દાદાદાદીને મળેલો ઘેરવટ જેવી બાબતોએ બાળમાનસને વધુને વધુ સંકીર્ણ
બનાવ્યું છે. એક પ્રકારનું એકલવાયાપણું એના ચિત્તને સતત કોરી ખાતું હોય છે અને એ
બધામાં અભ્યાસના અતિ ભારથી અને ઉજજવળ કારકિર્દીની માતાપિતાની તીવ્ર ખેવનાથી ગ્રસિત
ચિત્તને આસપાસની દુનિયાનો કોઈ જીવંત, ધબકતો, ઊછળતો
કૂદતો અનુભવ નથી મોબાઈલ એ જ એનો અભિન્ન મિત્ર અને એનું આખુંય વિશ્વ. -
વર્તમાન સમયના બાળસાહિત્યના
સર્જકનું કાર્ય બાળકના વિસ્મય અને મુગ્ધતાના તત્ત્વની માવજત કરવાનું છે.
બાળસાહિત્યના વિષયનું પરિવર્તન આવ્યું છે. પહેલાં અમુક ખાસિયતો દર્શાવવા માજે
જુદીજુદી કોમને દર્શાવવામાં આવતી હતી, જેમ એ બ્રાહ્મણ પાત્ર પંડિત કે યાચક હોય,
વાણિયો ચતુર કે ભીરુ હોય અથવા તો રજપૂત બહાદુર હોય. હવે જાતિ કે કોમ
સાથે જોડાયેલાં આ પાત્રોનાં આલેખન અર્થ વિનાનાં બની ગયાં છે. ધર્મના વાતાવરણને
બદલે બાળપણ એ જ ધર્મ બની ગયો છે.
વિષયની દષ્ટિએ જોઈએ તો પર્યાવરણ
વિશે આવેલી વૈશ્વિક જાગૃતિને કારણે અગાઉ કરતાં હવે પશુ-પક્ષીઓનાં કથાનકો વધુ મળે
છે અને એથીય વિશેષ પશુપક્ષીના જીવન અંગે તથા એમની રહેણીકરણી આજનો બાળસાહિત્યનો
સર્જક ઊંડાણથી વિચારતો થયો છે. ધીરે ધીરે મલ્ટિકલ્ચરલ અભિગમ પણ વ્યાપક થવા લાગ્યો
છે અને સમગ્ર વિશ્વનાં બાળકોને લક્ષમાં રાખીને એમની કલ્પનાશીલતાની સાથે સર્જનાત્મક
શક્યતાઓ વધી રહી છે. એક પ્રકારનીક્રોસકલ્ચરલ અવેરનેસ આવી રહી છે.
વિશ્વનું બાળક હવે પ્રકૃતિને પણ કોઈ જુદી નજરે જુએ છે. એને આફ્રિકાનો તીખા તાપવાળો
સૂરજ રાક્ષસ લાગે છે, તો
ભારતનો હૂંફાળો સૂરજ વહાલસોયો જણાય છે અને ઇંગ્લેન્ડના સૂરજને માટે એ બાળક કોઈ
મમ્મીની રાહ જોતો હોય એવી આતુર આંખે આકાશ ભણી મીટ માંડીને જુએ છે.
બાળગીતનાં પુસ્તક સાથે હવે એ એની
સીડી પણ મળે છે. તાજેતરમાં માય વિલેજનામનું અકેન્ડર બેની રાઈટે લખેલું શિશુગીતોનું
પુસ્તક અઢીસોથી વધુ પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય બાળપુસ્તકોમાં સૌથી વિશેષ પ્રસિદ્ધ
બન્યું છે. આમાં એણે કોઈ એક પ્રદેશનાં કે રાષ્ટ્રનાં ગીતો સમાવ્યાં નથી. કિંતુ
બાવીસ જેટલા દેશોના ગીતોનો સમાવેશ કર્યો છે. ઈરાનથી માંડીને ફ્રાંસ સુધી, આઈસલેન્ડથી તાઈવાન સુધી, ચાઈના, ટોંગો, નોર્વે, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બામ્બે અને ભારતનાં શિશુગીતો નર્સરી રાઇમ્સનો સમાવેશ કર્યો છે.
આ બાવીસ દેશોનાં બાળગીતો અને એનો
અનુવાદ બાળકને નવાં નવાં કલ્પનાવિશ્વનો અનુભવ કરાવે છે. આજના બાળકના ચિત્ત પર માતાપિતાની
અપેક્ષાઓનો મોટો ભાર હોય છપોતાનું બાળક અભ્યાસમાં સહેજે પાછું પડે, તો માતા-પિતાને માથે વજાઘાત થાય છે. પોતાના બાળક વિશે એક મનમાં
નિશ્ચિત ઢાંચો બનાવીને માતાપિતા જીવતાં હોય છે અને એમાં બાળકની જો સહેજ ભૂલ થાય, તો માતાપિતા બેચેન બની જાય છે અને પોતાની ખંડિત કલ્પનાનો ગુસ્સો બાળક
પર ઠાલવે છે. એક અર્થમાં કહીએ તો બાળકને કલ્પનાશીલ કે લાગણીશીલ મનુષ્ય બનાવવાને
બદલે એને અભ્યાસ કરતું રોબોટ બનાવવાની પરિસ્થિતિ ઊભી થાય છે.
આને
પરિણામે બાળકના ભીતરમાં રહેલી સંભાવનાઓ કે પછી એના હૃદયમાં પ્રવાહિત ભાવનાઓનો બાળક
સ્વયં સંહાર કરી દે છે. કોઈ બાળકને કવિતા લખવાનું કહેશો તો એ કયા વિષયપસંદ કરે છે તે
જોજો. એ માત્ર પોતાની આસપાસના વાસ્તવિક જગતના વિષયો પસંદ કરશે. કલ્પનાશીલતા કે
વર્ણનાત્મકતા મરી પરવારી હોય છે. સર્જક જયભિખ્ખુંની સ્મૃતિમાં ચાલતી
નિબંધસ્પર્ધામાં ઘણા વિષયો આપવામાં આવે છે,
પણ વિદ્યાર્થીઓ મોટે ભાગે આજની પરીક્ષાપદ્ધતિ, ટેલિવિઝનનો પ્રભાવ જેવા વિષયો પસંદ કરે છે. પ્રકૃતિ સૌંદર્યનું વર્ણન
કે માનવીય લાગણીઓનું આલેખન ધરાવતા વિષયો ભાગ્યે જ કોઈ પસંદ કરે છે.
બાળકમાં રહેલી પેલી મુગ્ધતાને
સંકોરવામાં આવે તો ઘણા નવા વિષયો મળી શકે છે. એના મનમાં વસેલી જાદુઈ નગરીને
નિહાળીને એ કેટલાય સર્જનાત્મક વિષયો આપી શકે,
જેમ કે આપણે મેઘધનુષ્ય નિહાળીને પ્રકૃતિના એ અનુપમ સૌંદર્યનો આનંદ
માણીએ છીએ, તો બાળકને કહેવું જોઈએ કે આ આકાશમાં રહેલા રંગબેરંગી મેઘધનુષ્ય પર
લટકીને ઝૂલવા વિશેની એક કવિતા લખે.
આપણે જંગલમાં માત્ર વૃક્ષો બતાવીએ
છીએ. બાળકોને કહીએ કે આ જંગલમાં યોજાયેલા પ્રાણીઓના ફેશન શો વિશે નાટક લખો. સૂરજને
ઠંડી લાગવાથી શરદી થઈ જાય કે પછી નાક અને છીંકની લડાઈ થાય,
તો કોણ જીતે? એનો સંવાદ લખો. ભગવાન સ્કૂલમાં પ્રવેશ મેળવવા આવે, તો શું થાય? એ વિશે રમૂજી લેખ પણ લખી શકાય. આવી કથાઓ બાળકને પોતાની કલ્પના
સંકોરવાની તક આપશે.
ચંચળતા ચપળતા અને ખડખડાટ હસતું બાળક
હવે શોધવા જવું પડશે. ગોખણિયા શિક્ષણપદ્ધતિને કારણે એની સર્જનશક્તિનું કોઈ પ્રાગટય
નહીં થાય. જેમ જેમ એનો અભ્યાસ વધે છે, તેમ એનું એકલવાયાપણું અને અતડાપણું વધતું જાય છે. માર્ક, પરીક્ષા, એડમિશન, અમુક વિષયમાં નબળો જેવા નાના નાના શબ્દોનો ભય એના મનમાં એટલો બધો હોય
છે કે વાત ન પૂછોઆથી જ અમેરિકાના કવિ આર્થર કુડનરે પોતાના નાનકડા પુત્રને સંબોધીને
એક કવિતા લખી છે.
સાંભળ દીકરા
મોટા મોટા શબ્દોથી ગભરાઈશ નહીં,
ઘણા મોટા લાગતા શબ્દો સાવ નાનકડી વસ્તુનું નામ હોય છે.
અને જે ખરેખર વિશાળ છે. મોટા છે. એમનાં નામ નાનાં નાનાં હોય છે. જેમ
જીવન, શાંતિ, આશા, પ્રેમ, ઘર, રાત, દિવસ...'
માતૃભાષા સંવર્ધનની સઘળી મથામણનો
પાયો બાળસાહિત્યના સર્જનમાં છુપાયેલો છે અને બાળસાહિત્યકારને માટે સૌથી મોટો પડકાર
આજના બાળકને વિસ્મય, મુગ્ધતા
અને ચંચળતા પાછી આપવાનો છે. આને માટે સર્જકે બાળકને સમજવાની અને એની ભૂમિકાએ જવાની
જરૂર છે. બાળકનાં માતા-પિતાની જેમ સર્જકે પણ એના શાસક નહીં, કિંતુ સાથી બનવું પડશે. બાળકની કુતૂહલવૃત્તિને બરકરાર રાખીને એને
કલ્પનાનું નવું આકાશ આપવાની જરૂર છે.
(ડો. ઈશ્વર પરમાર
લિખિત પુસ્તક‘‘ બાળસાહિત્ય : વિચાર અને વિમર્શ’’નું આમુખ ડો. કુમારપાળ દેસાઇ અને પ્રગતિશીલ શિક્ષણના
સૌજન્યથી)
છેલ્લા બે દાયકાથી
ગુજરાતી બાળસાહિત્યના ક્ષેત્રમાં મૌલિક બાળવાર્તાઓથી ડૉ. ઈશ્વર પરમારે આગવું સ્થાન
મેળવ્યું છે.‘બાળસાહિત્ય : વિચાર અને વિમર્શ’ આ પુસ્તકમાં સર્જકે
બાળવાર્તાના લેખનની સાથોસાથ એની પ્રક્રિયા વિશે ઝીણવટપૂર્વક વિચાર કર્યો છે.
બાળસાહિત્યનું સર્જન એ વિશેષ અઘરી સર્જન-પ્રક્રિયા છે, કારણ કે એના સર્જકને
બાળમાનસમાં પ્રવેશ કરીને આલેખન કરવું પડે છે. આજે ગુજરાતી સાહિત્યમાં થોકબંધ
બાળસાહિત્ય રચાય છે, પરંતુ ઘણી વાર બાળસાહિત્યનો સર્જક એના લેખનમાં જરૂરી ચીવટ દાખવતો
નથી. ક્યારેક શબ્દગુચ્છો ઉછાળે છે, તો ઘણી વાર શબ્દને ખોટા લાડ લડાવીને શબ્દાળુતાને નિમંત્રણ આપે છે.
આ સંદર્ભમાં ડૉ.
ઈશ્વર પરમારે એમના બાળસાહિત્યના શબ્દનો મહિમા કર્યો છે. એમના લેખનમાં ભાષા અંગેની
એમની સતત જાગૃતિ તરત ધ્યાન ખેંચે છે. વાતને વધુ પડતી મલાવીને કહેવાને બદલે બાળકને
સીધેસીધા એના વિશ્વમાં મૂકી આપે છે. પરિણામે એમની ભાષામાં એક પ્રકારની સુશ્લિષ્ટતા
જોવા મળે છે. એક અર્થમાં કહીએ તો એક શિક્ષક વિદ્યાર્થીની ભાષા માટે જે ખેવના અને
ચીવટ રાખે એવી ખેવના એમણે પોતાની બાળવાર્તાઓમાં રાખી છે. આ સમયે સ્વાભાવિક રીતે જ
ગિજુભાઈનું સ્મરણ થાય છે. માત્ર એટલું ખરું કે ગિજુભાઈ પાસે એક કલ્પનાશીલતા હતી
એવી કલ્પનાશીલતા સાથે ઈશ્વર પરમાર કામ પાર પાડતા નથી. બાળસાહિત્યના આ લેખકે‘બાળસાહિત્ય : વિચાર અને
વિમર્શ’ પુસ્તકમાં વિમર્શ માટે વિચારો મૂક્યા છે. એમણે બાળસાહિત્યના વસ્તુ, લેખન, ચિત્રાંકન - એ બધાં
પાસાંઓની અહીં છણાવટ કરી છે. આ ચર્ચાઓમાં બાળસાહિત્યમાંથી ઉદાહરણો આપવાને બદલે
એમણે વિશેષે પોતાનું હૃદૂગત પ્રગટ કર્યું છે.
બાળસાહિત્યનું બળ
દર્શાવતી વખતે એમણે વર્તમાન મૂલ્યહાસના સમયમાં ચારિત્ર્યઘડતર માટે બાળસાહિત્યના
માધ્યમની ઉપયોગિતાની જિકર કરી છે. બાળસાહિત્યના વસ્તુ વિશે‘સમયના ઍધાણને વર્તીને
આલેખન થવું જોઈએ એવું કહે છે. અહીં એ સંદર્ભમાં કેટલાંક ઉદાહરણો આપ્યાં હોત તો વિષય
જીવંત બની શક્યો હોત. આજનું વિશ્વ તીવ્ર ગતિએ પરિવર્તન પામી રહ્યું છે.
સમૂહમાધ્યમોએ અને વિશેષે ટેલિવિઝને બાળમાનસ પર પ્રબળ અસર કરી છે. વળી કાર્ટુન
ફિલ્મો અને કોમિક્સ બાળમાનસ પર છવાઈ ગયા છે.
એ હકીકત છે કે બાળક હાથમાં પુસ્તક રાખે તો વધુ આસાનીથી એનું ચિત્ત
એમાં એકાગ્ર કરી શકે છે. એને વિશે વિચારવાની અને વાગોળવાની એને ક્ષણો મળે છે. તેમજ
તે જાણવા અને સમજવા માટે જેટલો સમય જોઈએ તેટલો મેળવી શકે છે. જ્યારે કમ્પયુટરના
સ્ક્રિન પર વાંચતા બાળકને જુદા જ અનુભવમાંથી પસાર થવું પડે છે. વળી એ સ્ક્રિન પર
આવતી વિષયસામગ્રીને ઊંડાણથી વાંચવા માટે પણ એણે ઘણી મહેનત કરવી પડે છે. એક શબ્દ, પંક્તિ કે પૃષ્ઠ પર
એકાગ્રતા સાધવી એ માટે મુશ્કેલ બને છે કે એ તરત જ બીજાં પાનાં પર દોડી જવાની ઉતાવળ
કરતો હોય છે. આથી આ માધ્યમ એટલું પ્રવાહી, તરલ અને volatile છે કે જે વિચાર
કરવા અંગેના પ્રયત્નને ઝાઝું પ્રોત્સાહિત કરતું નથી. Humanities એ
મૂળભૂત રીતે માનવીય સાહસ સાથે સંકળાયેલી બાબત છે અને ગ્રંથાલયોમાં પુસ્તકરૂપે એની
નોંધ થયેલી હોય છે. એ પુસ્તકમાંથી જ આપણે સત્યની ખોજ કરીએ છીએ, જ્ઞાનની શોધ આાદરીએ છીએ
અને પ્રજ્ઞા પામવાનો પ્રયાસ કરીએ છીએ. આાવે સમયે આજના બાળકના ચિત્તને કયું
કથાવસ્તુ સ્પર્શી શકે તેની ચર્ચા થવી જોઈએ. વળી, બાળમાનસમાં જુદાં જુદાં
મૂલ્યો કઈ રીતે રોપી શકાય તે દર્શાવ્યું હોત તો આનંદ થાત. બાળવાર્તાની
વસ્તુગૂંથણીમાં વસ્તુના ચયન અંગેની જિકર નોંધપાત્ર છે. તેઓ નોંધે છે કે“વસ્તુગૂંથણી એવી ઢબે
થવી જોઈએ કે બાળવાચકના ચિત્તમાં‘પછી શું પછી શું થયા કરે અને સાથોસાથ તેનો રસભરપૂર જવાબ પણ મળતો રહે.
વિસ્મય જ માત્ર નહિ, ઉત્તેજનાનો
પણ સતત અનુભવ થતો રહે ને છેવટે બાળકને અખંડ આનંદનો અનુભવ થાય.”
એ પછી બાળસાહિત્યના લેખન વિશે તેઓ સૂચન કરે છે કે, બાળમંડળ સમક્ષ
મૌખિકરૂપે કૃતિ રજૂ કરીને બાળકોના પ્રતિભાવો મેળવ્યા બાદ એ માં જરૂરી ફેરફાર કરવા
જોઈએ. બાળસાહિત્યમાં ચિત્રાંકન લેખમાં ડૉ. ઈશ્વર પરમાર ચિત્રાંકનોની શૈલી વિશે
કશું કહેતા નથી, પરંતુ એને પરિણામે પુસ્તકની સરસતા વધે છે અને વસ્તુ સજીવન બની જાય છે
તેમ નોંધે છે. બાળકની સંકલ્પનાના ઘડતરમાં ચિત્રાંકનોની અસરકારકતા જોવા મળે છે.
આ ગ્રંથમાં 1992-1993
અને 2001-2002ના બાળસાહિત્યનું સરવૈયું પણ આપ્યું છે. વળી, મોહનભાઈ શં. પટેલ અને
હરીશ નાયકે મેળવેલી બાળસાહિત્યના ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. આમાં
આલેખાયેલી પ્રશ્નોત્તરીમાં ડૉ. ઈશ્વર પરમારના બાળસાહિત્ય વિશેના વિચારો પ્રગટ થાય
છે અને ગિજુભાઈના વિચારો સાથેનું સાતત્ય જોઈ શકાય છે. મોહનભાઈ પટેલના પુસ્તક‘ગુજરાતી બાળસાહિત્યનું
દર્શન’નો સંપાદકીય લેખ વિચારપ્રેરક છે. જ્યારે સ્વ. નાનાભાઈ ભટ્ટે લખેલું
બાળચરિત્ર‘હજરત મોહમ્મદ પયગંબર (સ.) ડૉ. રક્ષાબહેન દવેનો બાળવાર્તાસંગ્રહ“વ વાર્તાનો વ”, ડૉ. શ્રદ્ધા ત્રિવેદીના
પુસ્તક ‘ગુજરાતી બાળસાહિત્ય : ખંડ I
અને 2’ જેવાં પુસ્તકોની સમીક્ષા ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત નટવર પટેલનું‘બાળનાટક ઝિંદાબાદ....’, હરીશ. નાયકનું‘લો, આ રહ્યાં નાટકો’ ને જાગૃતિ રામાનુજનું‘વાર્તાનો વરસાદ
પુસ્તકનું એમણે કરેલું વિવેચન ડૉ. ઈશ્વર પરમારની બાળસાહિત્ય વિશેની વિભાવનાના
દ્યોતક છે. તેમની શિક્ષકની ગુણગ્રાહી દૃષ્ટિનો આમાંથી પરિચય થાય છે. આ વિવેચનમાં
ડૉ. ઈશ્વર પરમારે બાળસાહિત્યનાં પુસ્તકોના ભાગ્યે જ થતાં વિવેચનોમાં એક નવી ભાત
પાડી છે॰
ડૉ. ઈશ્વર પરમારે
છ મૌલિક અને ચાર રૂપાંતરિત બાળવાર્તાના સંગ્રહો આપ્યા છે. બાળઉછેર વિશે પણ પુસ્તકો
લખ્યાં છે. ચરિત્ર, લઘુકથા, પ્રસંગકથા ઉપરાંત શિક્ષણક્ષેત્રે પણ મહત્ત્વની ગ્રંથરચના કરી છે.
અત્યારે બાળસાહિત્ય સંક્રાંતિની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એમાં નવું વિશ્વ, નવાં પાત્રો અને નવી
શૈલી આવી ગયા છે ત્યારે ગુજરાતી બાળસાહિત્યની કેટલીક ઝાંખી આમાંથી મેળવી શકીએ છીએ.
ડૉ. ઈશ્વર પરમાર પાસેથી આ ક્ષેત્રની વધુ ઊંડી તત્ત્વચર્ચા કરતું પુસ્તક મળે તેવી
આશા સાથે આવા ઓછા ખેડાણ પામતા વિષય પર વિચાર-વિમર્શ કરવા માટે ધન્યવાદ આપું છું.
નીચે દર્શાવેલા મુદ્દાઓ સંદર્ભે અમો આપની સાથે મુલાકાત અને ચર્ચા કરવા સમય માંગીએ છીએ.
1. પ્રાથમિક કક્ષાએ ઘોરણ ૮ સુધી ઓલિમ્પિયાડની સ્પર્ધાઓને દાખલ કરવા અંગે.
2. નિષ્ણાંતો દ્વારા આપના દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોના ઉપયોગથી સમગ્ર ગુજરાતમાં ભાષાને લગતી તાલીમ આપવા માટે
નિશ્ચિત અવધિ અને કલાકો ફાળવવા બાબત
3. ભાષાની જાગૃતિ સમાજમાં વધે અને બોર્ડમાં નાપાસ થતા વિધાર્થીઓની સંખ્યાનો આંક ઘટાડી શકાય તે બાબત.
4. ગુજરાતી માધ્યમમાં ભણાવતા શિક્ષકો માટે ભાષા શુધ્ધિ અંગે આપના તાલીમ કાર્યક્રમો અન્વયે અથવા અલગથી તાલીમ
વર્ગો યોજવાની મંજુરી આપવા બાબત.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
નીચે દર્શાવેલા મુદ્દાઓ સંદર્ભે અમો આપની સાથે મુલાકાત અને ચર્ચા કરવા સમય માંગીએ છીએ.
1. પ્રાથમિક કક્ષાએ ઘોરણ ૮ સુધી ઓલિમ્પિયાડની સ્પર્ધાઓને દાખલ કરવા અંગે.
2. નિષ્ણાંતો દ્વારા આપના દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોના ઉપયોગથી સમગ્ર ગુજરાતમાં ભાષાને લગતી તાલીમ આપવા માટે
નિશ્ચિત અવધિ અને કલાકો ફાળવવા બાબત
3. ભાષાની જાગૃતિ સમાજમાં વધે અને બોર્ડમાં નાપાસ થતા વિધાર્થીઓની સંખ્યાનો આંક ઘટાડી શકાય તે બાબત.
4. ગુજરાતી માધ્યમમાં ભણાવતા શિક્ષકો માટે ભાષા શુધ્ધિ અંગે આપના તાલીમ કાર્યક્રમો અન્વયે અથવા અલગથી તાલીમ
વર્ગો યોજવાની મંજુરી આપવા બાબત.
5. માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામાયિક દ્વારા માતૃભાષા અંગે થતા કાર્યો, સ્પર્ધાઓ, ઉજવણી કાર્યક્રમો, માતૃભાષા અંગેના
લેખો આપવા અને માહિતીને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા આચાર્યો, શિક્ષકો અને વિધાર્થીઓ સુધી પહોચાડવાની
મંજુરી બાબત.