User blogs

Tag search results for: "ઓનલાઈન કોર્સ"


ઓનલાઈન ગુજરાતી અભ્યાસક્રમ


માતૃભાષા અભિયાનનેજણાવતા આનંદ થાય છે કે ઓનલાઈન ગુજરાતી અભ્યાસક્રમ તૈયાર કરવા માટેની આપણી દરખાસ્તનો ગુજરાત સરકારના ભાષા વિભાગ દ્વારા સ્વીકાર થયો છે. આપણા કાર્યવાહક, પ્રો. અરવિંદભાઈના માર્ગદર્શન અને દોરવણી હેઠળ આ પ્રકલ્પ આઠ મહિનામાં પૂરો કરવાનો થશે. દેશ વિદેશમાં ગુજરાતી શીખવા ઈચ્છુક તથા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રકલ્પ ઘણો ઉપયોગી નીવડશે. આ પ્રકલ્પ અંતર્ગત શ્રવણ, વાંચન, કથન અને લેખન કૌશલ્યો વિકસશે. નીચેના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.

                    અ) ગુજરાતી લિપિ અને શબ્દોનો પરિચય.

              આ) શબ્દો અને નાના વાક્યોનું શ્રવણ અને ઉચ્ચારણ

              ઈ) વાક્યો અને ફકરાઓનું વાચન

              ઉ) છાપાં, નિબંધો, સાહિત્યમાંથી ફકરાઓનું વાંચન.

              એ) જરૂરી વ્યાકરણ અને શબ્દકોશ

              ઐ) ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય

અભ્યાસક્રમ લગભગ 60 કલાકનો રહેશે. શીખનાર એક કલાક કે તેથી વધુ સમય નિયમિત રીતે ફાળવે તો આ અભ્યાસક્રમ દ્વારા એને ગુજરાતી ભાષા આવડે એવી અપેક્ષા છે.